વનિતા વિશ્રામ સંચાલિત વિમેન્સ કોલેજ ઓફ કોમેર્સમાં, શ્રી બી.કે. પારીક – ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ અને આચાર્યા શ્રીમતી ડૉ. અભિલાષા અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ ‘ફાયર મોકડ્રીલ અને ઇવેક્યુએશન ડ્રીલ’ કરવામાં આવી હતી. આ મોકડ્રીલ વખતે આશરે હાજર ૫૬૫ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ આગમાં ફ્સાયા હોવાનો મેસેજ મળતા, આયાર્યા દ્વારા સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ ને તાબડતોડ જાણ કરવામાં આવી હતી અને આ વિભાગે ટર્નટેબલલેડરની મદદ થી આગ માં ફસાયેલા ૭ વિદ્યાર્થીનીઓને ત્રીજા માળ અને અગાસી પર થી લીફ્ટ કરી બચાવ્યા હતા.
કોલેજના વિદ્યાર્થીનીઓને ઇવેક્યુશન ડ્રીલ વખતે નિર્દેશ કરેલી જગ્યા પર(એસેમ્બલી પોઈન્ટ નં.૨) સ્ટાફ વાર્ડન અને સ્વયંસેવકો દ્વારા માર્ગદર્શન આપી ભેગા કરવામાં આવ્યા હતા. સંસ્થાના ટાસ્કફોર્સ અને ફાયર સ્વયંસેવકો દ્વારા સંસ્થામાં લાગેલા બધા ફાયર સેફટી ના સાધનોનું પણ આગ ઓલવામાં ઉપયોગ કરવામાં આવ્યા હતા.
એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીનીઓ અને કોલેજના તમામ સ્ટાફને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવુ અને પ્રત્યક્ષ સ્થિતિ ને કેવી રીતે નિયંત્રિત કરવી તે વિષે પર પણ સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી અશ્વિન મેહતા અને સેક્રેટરી શ્રી હરેશ મેહતા પણ હાજર રહ્યા હતા. કોલેજના આચાર્યા શ્રીમતી ડો. અભિલાષા અગરવાલે આ પ્રકારના લાઇવ મોકડ્રીલનું આયોજન કરવા બદ્દલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ના પૂર્વ વાઇસ પ્રેસીડન્ટ શ્રી નરેન્દ્ર પાલ અને શ્રી બી.કે. પારીક તથા સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.